સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે મહિલા સરપંચ વીણાબેન અમૃતભાઈ પટેલનું નિધન થતા વલવાડા બજારમાં સંપૂર્ણ બંધ પાડવા માં આવ્યો હતો.ગામના સરપંચ વીણાબેન તાલુકા કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી ઘરે પરત ફર્યા બાદ અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ હાર્ટ એટક ના કારણે તેમનું મોત નીપજ્યું હતું.વલવાડા ગામમાં સરપંચ નિધન ના સમાચાર જાણતા જ તમામ દુકાનોમાં બંધ પાડવામાં આવ્યો હતો જયારે સમગ્ર વલવાડા ગામમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
