ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોને સપનાનું ઘર આપતી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’

Facebook
Twitter
WhatsApp
Telegram

ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોને સપનાનું ઘર આપતી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’
 
લાભાર્થીઓને રૂ.૧.૨૦ લાખ, ૯૦ દિવસની રોજગારી હેઠળના રૂ.૨૧,૫૧૦ અને શૌચાલયના રૂ.૧૨ હજારની આર્થિક સહાય
 
જંગલમાં વસતા આદિવાસી જૂથો અને આદિમ જાતિઓ માટે પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ પાકા આવાસનો લાભ
છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને પાયાની દરેક સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરૂ પાડવાનાં ધ્યેય સાથે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’(ગ્રામીણ) કેટલાય પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકર કરી રહી છે.
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં રૂ.૧.૨૦ લાખ ચૂકવવામાં આવે છે. સાથે જ મનરેગા યોજના અંતર્ગત ૯૦ દિવસની રોજગારી પેટે રૂ.૨૧,૫૧૦ અને શૌચાલય નિર્માણના રૂ.૧૨ હજાર મળવાપાત્ર છે. ૬ માસની અંદર આવાસ પૂર્ણ કરનારને મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય થકી વધારાના રૂ.૨૦ હજાર આપવામાં આવે છે. જેનો લાભ વર્ષ વર્ષ ૨૦૨૩-‘૨૪માં કુલ ૨૨૯ લાભાર્થીઓને આપ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અત્રેના સુરત જિલ્લામાં વર્ષ ૨૦૧૬-‘૧૭ થી ૨૦૨૨-’૨૩ મળી કુલ ૬ વર્ષના કુલ ૨૮,૧૫૬ આવાસોના લક્ષ્યાંક સામે હાલ સુધી કુલ ૧૮,૩૭૪ આવાસોની કામગીરી થી છે અને ૯૭૮૨ આવાસો પ્રગતિ હેઠળ છે.
ગત વર્ષે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા આવાસ સપ્તાહની ઉજવણી હેઠળ સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓના ૩૩૨૩ લાભાર્થીઓને બીજા, ત્રીજા હપ્તા તથા પૂર્ણ આવાસોની પ્રોત્સાહક સહાયનો લાભ આપ્યો છે.
વધુમાં, વડાપ્રધાનશ્રી દ્વારા ગત નવેમ્બરમાં જંગલમાં વસતા આદિવાસી જૂથો અને આદિમ જાતિઓના હિતમાં જનજાતિ ગૌરવ દિવસ અન્વયે ‘પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી ન્યાય મહા અભિયાન’(PM JANMAN)ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે કુલ ૧૩૨૦ લાભાર્થીને પાકા મકાન આપવામાં આવ્યા હતા.
આમ, રાજ્યના તમામ ગરીબ વંચિતોને પાયાની દરેક સુવિધાઓ સરળતાથી મળી રહે અને તેમનું જીવન ધોરણ સુધરી શકે તે માટે કટિબદ્ધ રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ થકી વંચિતો, ગરીબોના ઉત્થાન માટે સફળ પ્રયાસો કરી રહી છે

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા