કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી અને સત્ય થી વેગળી છે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ
______________
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાત ને પાયા વિહોણી અને સત્ય થી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડ થી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલો માં પણ સારવાર આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રી શ્રીએ જણાવ્યું કે કેઆરોગ્યની ટીમોએ દ્ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે
તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.
કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી અને સત્ય થી વેગળી છે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા
The Satyamev News
January 5, 2025
કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન
The Satyamev News
January 5, 2025
NRI દંપતિ પુના શાળાની મુલાકાતે
The Satyamev News
January 4, 2025