સુરત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05CT, GJ05CV, GJ05CXનું રિ-ઓક્શન થશે

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05CT, GJ05CV, GJ05CXનું રિ-ઓક્શન થશે

તા.૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝ (3W)નાં GJ05CT, GJ05CV, GJ05CX સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન રિ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૨૭ થી ૨૯ નવેમ્બર સુધી અને હરાજી તા.૨૯ નવેમ્બર થી ૦૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.
આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.
અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત