સ્વચ્છતા અભિયાન સુરત જિલ્લો
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ સુરત જિલ્લા દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલ પ્રવાસન સ્થળ બણભા ડુંગર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા સંયોજક રાજનભાઇ વરીયા સહિત તેમની ઉપસ્થિતમાં તાલુકા/નગરના યુવાબોર્ડના સંયોજકો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી
માંગરોળ તાલુકાના યુવાબોર્ડ સંયોજકો દ્વારા બણભા ડુંગર ખાતે ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રવાસ અર્થે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે સમૂહ ભોજન લીધા બાદ સૌ યુવાબોર્ડના સંયોજકો છુટા પડ્યા હતા.
