મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે.

Facebook
Twitter
WhatsApp
Telegram

મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. મહુવા તાલુકાની 8 ગામની સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાનાર છે જાહેરનામું બહાર પડતા જ ગામ આગેવાનો દ્વારા ગામમાં ચૂંટણી ન યોજાય અને ગામ સમરસ થાય તે માટે પ્રયત્ન હાથ ધર્યા હતા પરંતુ એક પણ ગામ સમરસ થયુ ન હતુ.જેને લઈ મહુવા તાલુકાના પથરોણ, તરસાડી, કાની, જોળ, મુડત, અંધાત્રી, ધામખડી અને માછીસાદડા ગામની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે.આ ઉપરાંત મહુવા તાલુકાના ભોરીયા ગામે વોર્ડ નંબર -1 ની અને વલવાડા ગામના સરપંચની પેટા ચૂંટણી યોજાનાર છે.વલવાડા ગામમાં હાલ સરપંચની ચૂંટણીને લઈ ભારે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત મહુવા તાલુકાના અમરોલી ગામનો વોર્ડ નંબર-6,અનાવલ ગામનો વોર્ડ નંબર-1 અને 2,કરચેલીયા ગામનો વોર્ડ નંબર-6,આમચક ગામનો વોર્ડ નંબર-7 અને સાંબા ગામનો વોર્ડ નંબર-6 ગ્રામજનોની સૂઝબૂઝને લઈ બિનહરીફ જાહેર થયો હતો.

બોક્સ :—————–

મહુવા તાલુકાના 11 ગામના 12 વોર્ડની પેટા ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી.જેમાં આંગલધરા -1ની વોર્ડ નંબર -3,વડીયા વોર્ડ નંબર- 4 અને 6,બામણિયા-2 વોર્ડ નંબર-8,કાંકરિયા વોર્ડ નંબર-1,ઘડોઈ-1 વોર્ડ નંબર-1,નિહાલી વોર્ડ નંબર-5,બીલખડી-2 વોર્ડ નંબર-8,તરકાણી-2 વોર્ડ નંબર-5,મહુવરીયા-5 વોર્ડ નંબર-10,વાંક-2 વોર્ડ નંબર-6 અને ધોળીકુઈ વોર્ડ નંબર-4ની પેટા ચુંટણીમાં કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી જેને લઈ આ વોર્ડ ખાલી જ રેહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

 મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરી અને જનસંપર્ક કર્યો મહુવા તાલુકા

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025 રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતાથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી વધુ ઝડપી બની નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા

મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે.

મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં ચૂંટણી કાર્યક્રમ

error: Content is protected !!