ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યા ‘સ્માર્ટ મધપૂડા’…
મધમાખી ઉછેરને વધુ કાર્યક્ષમ, સરળ અને ફળદાયી બનાવવા તેમણે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” વિકસાવી છે.
આ સિસ્ટમમાં સ્માર્ટ મધપૂડાઓનો ઉપયોગ થાય છે જે તાપમાન, ભેજ, વજન અને મધપૂડાનો અવાજ ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ હોય છે. આ સેન્સરથી મધપૂડાની અંદરની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી શકાય છે અને જરૂરી ડેટા મેળવી શકાય છે. સાથે મધની ગુણવત્તા સુધરે છે અને ખેતીવાડીને પણ ફાયદો થાય છે.
