વલસાડના ધરમપુર સ્થિત લેડી વિલ્સન મ્યૂઝિયમમાં કલા, વારસો, સંસ્કૃતિ અને પરંપરાનો અનેરો સમન્વય જોવા મળે છે…
ગુજરાતના સૌપ્રથમ આદિવાસી સંગ્રહાલય તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવતું આ મ્યૂઝિયમ ઈન્ડો-સારસેનિક સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે…
આ મ્યુઝિયમમાં જોવા મળતા વિવિધ 13 વિભાગો પૈકી ભોંયતળિયે પ્રાકૃતિક ઈતિહાસ, ઢીંગલી, ટપાલ-ટિકિટ, ઓદ્યૌગિક કલા વગેરે વિભાગ જ્યારે પ્રથમ માળ માનવશાસ્ત્ર વિભાગને સમર્પિત છે…
