વિઘ્નહર્તાને વિદાય:શ્રીજી ભક્તોનો નાદ ‘અગલે બરસ તુ જલ્દી આના’
મહુવામાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાઓનું દબદબાભેર વિસર્જન
મહુવા તાલુકામાં આતિથ્ય બાદ શ્રીજીને શ્રદ્ધાસભર વિદાય આપવામાં આવી હતી. વહેલી સવારથી ઘરમાં સ્થાપન કરાયેલા શ્રીજી સાથે યુવક મંડળોની શ્રીજી સવારીઓએ ભક્તિના માહોલ સાથે ગણપતી બાપા મોરિયાના અગલે બરસ તુ જલ્દી આના કોલ સાથે બાપાને વિદાય આપી હતી.
મહુવા તાલુકામાં આતિથ્ય માન્યા બાદ શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. પધારેલા વિઘ્નહર્તા દેવની ભવ્ય વિસર્જન શોભાયાત્રાઓ ઢોલ નગારા, ડીજેના તાલે અને અગ્લે બરસ તું જલદી આનાના નાદ સાથે ગામોના મુખ્ય માર્ગો પર નીકળી હતી. દુંદાળા દેવની વિવિધ નાના મોટી સ્વરૂપની પ્રતિમાઓને વિદાય આપતા વેળા ભક્તો ભાવુક થયેલા નજરે પડ્યા હતા.મહુવા તાલુકાના ગામોમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાંથી પરંપરાગત રીતે શ્રીજીની યાત્રાઓ એક પછી એક અનેક વાહનોમાં નીકળી હતી.
શ્રીજીની સવારીઓ નીકળતા વિસર્જન યાત્રાને લીધે માહોલ ગણેશ મય બન્યો હતો ત્યારે તાલુકાની લોકમાતા કાવેરી, અંબિકામાં શ્રીજીની પ્રતિમાઓનું ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જયઘોષ સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ વિસર્જનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
