બામણિયા સબ ડિવિઝનના હેલ્પર ને પુના ગામે લાગ્યો વીજ કરંટ.
બામણિયા સબ ડિવિઝનની ઘોર બેદરકારીના પાપે અનેકવાર વીજ કરંટ લાગવાની ઘટનાઓ સામે આવી રહી તો સ્પેટી બાબતે પણ તંત્રની લાપરવાહી સામે આવી રહી છે.પુના ગામે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી વીજ પાવર ના ફોલ્ટ આવી રહ્યા હતા.તો ગતરોજ એટલે કે તા.21.09.2023 ના રોજ પુના ગામમાં સવારથી જ વીજ પાવર બંધ હતો ગામના હેલ્પર રાજુભાઇ દ્વારા વસરાઈ પુના વચ્ચે લાઈનની સાફ સફાઈ કર્યા બાદ વીજ પાવર સાંજે ચાલુ કરવામાં આવ્યો હતો.થોડા સમય બાદ ફરી વીજ પાવરમાં ખામી સર્જાતા ગામના યુવાનો અને વીજ કંપનીના માણસો દ્વારા રાતે 11 વાગ્યાના આસપાસ વીજ પાવર ચાલુ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પુના ગામે સવારે 6 વાગ્યાના આસપાસ પુનઃ વિજ પાવર બંધ થઈ જતા હેલ્પર રાજુભાઇ સવારે વીજ લાઈનનો શોધતા હતા અને પુના ગામે મહુવા અનાવલ સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલ વીજ પોલ પર ફોલ્ટ હોવાનું જણાતા હેલ્પર લાઈન રીપેર કરવા માટે વીજ પોલ ઉપર ચઢ્યા બાદ રીપેર કરી રહ્યા હતા તે અરસામાં વીજ કરંટ લાગતા નીચે ફંગોળાયા હતા.જેમને 108 મારફતે કરચેલીયા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે.તો હેલ્પર ને વીજ કરંટ લાગતા જ વીજ કંપની ના હેલ્પલાઇન નંબર પર જાણકારી આપવા માટે ગામના સરપંચ સહિત લોકોએ ફોન કર્યા હતા છતાં બે જવાબદાર કર્મચારીઓએ ફોન ઉપાડવાનું નામ લેતા ના હતા તો બામણિયા સબ ડિવિઝન ના જવાબદાર અધિકારી તો છેલ્લા બે દિવસ થી કુંભકર્ણ ની નિદ્રામાં હોય તેમ કોઈપણ વ્યક્તિ ના ફોન ઉપાડવાનું નામ લેતા ના હતા.વીજ પાવર ના હોવાની જાણકારી આપવા માટે પણ ગ્રામજનો એ ફોન કર્યા હતા તો અકસ્માત ની ઘટના અંગે પણ જાણકારી આપવામાં ફોન કરવામાં આવ્યા હતા પરંતુ બે જવાબદાર અધિકારી ની નિંદ્રા ઉડી ના હતી.તો વીજ કંપની દ્વારા સેપ્ટિ બાબતે પણ બેદરકારી હોવાના કારણે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળ્યો છે.ત્યારે હાલતો વસરાઈ ગામે ડી.ઓ એક લાઈન પર ચઢાવેલા નજરે પડ્યા હતા.ત્યારે આ અકસ્માત અંગે વીજ કંપની દ્વારા તપાસનો વિષય બની જવા પામ્યો છે.
