મહુવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મહુવાની પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે સંઘના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની મિટિંગ તા-20/09/2023ને બુધવારના રોજ બારડોલી પ્રાંત અધિકારી જનમ ઠાકોરની ઉપસ્થિતિમા યોજાઈ હતી.જેમાં સંઘના પ્રમુખ તરીકે ફરીવાર દેદવાસણના અશ્વિનભાઈ મણીભાઈ પટેલના નામની દરખાસ્ત અરૂણાબેન કેદારીયાએ મુકતા તેને ટેકો અનિલભાઈ પટેલે આપ્યો હતો.જેને સર્વાનુમતે અન્ય ડિરેક્ટરોએ મંજુર કરતા સંઘના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ માટે કોષના બાલુભાઈ ખુશાલભાઈ પટેલના નામની દરખાસ્ત ઝવેરભાઈ પટેલે કરી હતી જેને ટેકો દિનેશભાઈ ખંડુભાઈ પટેલે આપતા સર્વાનુમતે મંજુર કરાતા આગામી અઢી વર્ષ માટે સંઘના ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.આમ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થતા સહકારી ક્ષેત્રમાં આંનદની લહેર ફેલાય ગઈ હતી.સમગ્ર મિટિંગનું સંચાલન સંઘના મેનેજર વિનોદભાઈ પંચાલ દ્વારા કરવામા આવ્યુ હતુ.
