આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
 
ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી સમજ અપાઈ
 
સમગ્ર શિક્ષાના ભાગરૂપે તા.૧૬ થી ૧૮ જાન્યુ. દરમિયાન વોકેશનલ શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજાશે
સુરત જિલ્લામાં સમગ્ર શિક્ષા–ગાંધીનગર પ્રરિત ૫૪ વોકેશનલ શાળાઓ કાર્યરત છે. સમગ્ર શિક્ષાના ભાગરૂપે જિલ્લા માર્ગદર્શન કેન્દ્ર, આઈ.ટી.આઈ. તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ શાળાઓમાં તા.૧૬ થી ૧૮ જાન્યુ. દરમિયાન ત્રિદિવસીય કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજાશે, જે સંદર્ભે મજુરા આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ દિને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી.
સેમિનારમાં શ્રી ડાએટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર જીતુભાઈ જોશી, બ્લોક રિસોર્સ કોઓર્ડીનેટર શ્રી પરેશભાઈ ટંડેલ, ડિસ્ટ્રીકટ રિસોર્સ પર્સન ખુશીબેન પાંડે અને રતિ પટેલ, દિવ્યેશ પટેલ, શ્રી નિતેશભાઈ ત્રિપાઠી(રોજગારી કચેરી), સ્વાતિબેન થાળેએ વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં ઉભરતા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
નેશનલ કરિયર સર્વિસ સેન્ટરના અધિકારી શ્રી ડો.અમનદીપ સિંગ, વિનોદ વિલ્લત અને શ્રી જગદીશપ્રસાદ જાદવે સમગ્ર કાર્યકમનું સંચાલન કર્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ સુરત સહિત

આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો   ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી સમજ અપાઈ   સમગ્ર શિક્ષાના ભાગરૂપે તા.૧૬

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ   ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ