કામરેજની રામકબીર શાળાના ”સાયબર ક્રાઇમ“ જાગૃતિ અભિયાનના વિજેતાઓને શિક્ષણ રાજયમંત્રીના હસ્તે સન્માનિત કરાયા.
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “THINK BEFORE YOU CLICK” વિષય અંતર્ગત એક અનોખું જાગૃતિ અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કામરેજની શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર શાળાના શિક્ષક શ્રી દિલીપભાઇ સુરતી અને શાળાની વિદ્યાર્થીનીઓની ટીમે વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો છે. શિક્ષક શ્રી દિલીપભાઇ સુરતી એ એકપાત્ર અભિનય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જ્યારે શાળાની વિદ્યાર્થીનીઓએ નાટક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સફળતા માટે શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયાના હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉકા તરસાડીયા યુનિ.ખાતે આયોજીત કાર્યક્રમમાં સુરત પોલીસ અધિક્ષક હિતેષભાઇ જોયસર, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઇ પરમાર, મોહનભાઇ ઢોડિયા, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ધોરણ-૧૨ આર્ટસના વિદ્યાર્થી નકુમ ઈશાન લાખાભાઇએ યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ લોકગીત સ્પર્ધામાં રાજકોટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ મહાન સફળતા બદલ શાળાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ ભક્ત, માનદ મંત્રી શ્રી પરેશભાઇ ભક્ત, ખજાનચી શ્રી જિજ્ઞેશભાઇ ભક્ત, આચાર્ય શ્રી શૈલેષભાઇ દેસાઈ, તેમજ અન્ય શાળા પરિવારના સભ્યો દ્વારા અભિનંદન પાઠવીને શાળાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી
