કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા ઉપર ‘‘નો પાર્કિંગ ઝોન જાહેરઃ’’
સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે નેશનલ હાઇવે નં.૪૮ પસાર થાય છે. કામરેજ ચાર રસ્તાથી સુરત, કામરેજ ગામ, વડોદરા તથા મુંબઈ તરફ જતા રસ્તાઓ ઉપર વાહનોના પાર્કિંગના પરિણામે રાહદારીઓને અડચણરૂપ થતા કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે. જેને ધ્યાને લઈને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે શ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર કાયમી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૬/૯/૨૦૨૪ના રોજ પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કરી દિન-૩૦માં વાંધા સુચનો મંગાવ્યા હતા. કોઈ વાંધા સુચનો રજુ થયા ન હોય જેથી કાયમી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે
