મહુવા ખાતે યોજાયેલ વિજ્ઞાન મેળામા કરચેલીયા શાળાની સિદ્ધિ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત દ્વારા શાળા વિકાસ સંકુલ-12નુ વિજ્ઞાન પ્રદર્શન મહુવા ખાતે યોજાયુ હતુ.જેમાં માધ્યમિક વિભાગમા કરચેલીયા ભુ.ભી.સાર્વજનિક હાઈસ્કૂલે અલગ અલગ ત્રણ કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત ઉ.મા વિભાગમાં એક કૃતિ રજૂ કરી હતી.વિભાગ-2મા એન્ટી સ્લીપ એલાર્મ પ્રોજેક્ટ રજૂ કર્યો જેમાં કરચેલીયા શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ હતુ.આધુનિક જમાનામાં ઉપયોગી એવી ટેકનોલોજીની મદદથી અકસ્માત નિવારણ માટે ડ્રાઈવરને ઉંઘ આવતા એલાર્મ વાગે અને સજાગ થઈ જાય એ બાબતનો પ્રોજેકટ રજૂ કરી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ માનસિંહભાઈ પટેલ તથા શાળાના આચાર્ય ભદ્રેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા
