રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત

Facebook
Twitter
WhatsApp
Telegram

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત
 
પલસાણામાં બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ: રૂ.૫૪૦૦ ના દંડની વસૂલાત

સુરત:બુધવાર: સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓને તેમજ જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારી રૂ.૫,૪૦૦ની દંડ વસુલાત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩”ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપી નિયમાનુસાર નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવા જણાવાયુ હતું.
આ કામગીરીમાં સ્ક્વૉડ ટીમમાં એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, તા. હેલ્થ સુપરવાઈઝર હસમુખ પરમાર અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. દિનેશભાઈ રાઠવા સહિત પલસાણા પોલીસકર્મીઓ જોડાયા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને