સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી હતી કે એક બ્લુ કલરની સ્વીફ્ટ કાર (GJ-21-CB-1306) તથા કાળા રંગની ક્રેટા કાર (GJ-21-CE-3297)મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સણવલ્લા થી વેલણપુર ગામ તરફ આવનાર છે.જે બાતમી આધારે મહુવા પોલીસ સણવલ્લા વેલણપુર રોડ પર વોચ ગોઠવી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા બંને ચાલકે પોતાના કબ્જાની કાર પુરપાટ ઝડપે હંકારી કાર રોડની બાજુમાં મૂકી પલાયન થઈ ગયા હતા. પોલીસે કાર નજીમ આવી કારમાં તલાસી લેતા બંને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2528 નંગ બોટલ કિંમત રૂ 4,77,923 અને બે કાર કિંમત રૂ.13 લાખ મળી કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
