સ્વચ્છતા હી સેવા ૨૦૨૪-સુરત જિલ્લો
’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત SMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશની સાથે આરોગ્યલક્ષી કામગીરી
શહેરના ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો દ્વારા ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કરી ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો છંટકાવ
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ તેમજ આરોગ્યલક્ષી કામગીરી યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો/બેલદારોએ સફાઈ ઝુંબેશ હેઠળ ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. અને ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. તેમજ સેનિટેશનના સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા કચરા નિકાલની વ્યવસ્થા બાબતે ૬૭૮ સંસ્થાઓમાં તપાસ કરી ૪૩.૯ કિ.ગ્રા અનધિકૃત પ્લાસ્ટિક જપ્તિ અને ૬૪.૭ કિ.ગ્રા અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સાથે જ ૬૨ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૮૮૫૦૦ વહીવટી ખર્ચ વસૂલ કર્યો હતો.
