સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવયુગ કોમર્સ કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ.
સુરતઃ ગુરૂવારઃ- રાજય સરકારના શિક્ષણ વિભાગના આદેશાનુસાર “સ્વછતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત આજ રોજ નવયુગ કોમર્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા “સ્વછતા હી સેવા”ના વિષય સાથે “ચિત્ર સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડો. વિનોદભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ એનાયત કર્યા હતા. કાર્યક્રમને અંતે સ્વછતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. અંકિતા ઝાડેશ્વરીયા અને આભાર વિધિ ડો. રૂપેશભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી
