રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરાયો
 
વીઝીટીંગ ડોકટરોના માનદ વેતનમાં અંતરના આધારે વિઝીટ દીઠ રૂ. ૨૦૦ થી રૂ. ૬૦૦ સુધીનો વધારો કરાયો
 
નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હકારાત્મક પ્રતિભાવ આપતા વેતનમાં વધારો કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

તેમણે સુધારેલા દર અંગે વાત કરતા કહ્યું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે ૫૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. ૭૦૦ છે, જેને હવે વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ૫૧ થી ૧૦૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. ૮૦૦ થી વધારીને રૂ. ૧,૨૫૦ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦૦ કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. ૯૦૦ છે, તેને વધારીને રૂ. ૧,૫૦૦ કરવામાં આવ્યો છે.

નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે અને વધુમાં વધુ દર્દીઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો ઉનાળામાં બદલાતા વાતાવરણ અને ગરમી તેમજ આ ખરીફ સિઝનમાં

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા સુરતના રહેવાસી તથા VIE BIOTECH ના કોફાઉન્ડર ચેતનકુમાર રમેશભાઈ સોહલીયાએ ગણિતશાસ્ત્ર વિષયમાં “AN INVENTORY SYSTEM WITH VARIOUS CONDITIONS

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ નવી સિવિલમાં ૧૦ દિવસમાં

error: Content is protected !!