ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે મહુવરીયા ગામના સરપંચ ને શ્રેષ્ઠ સરપંચ ના પુરસ્કાર થી સન્માનિત કરાયા.
મહુવા તાલુકાનું મહુવરીયા ગામ કે જે ગામના સરપંચ ની કામગીરી એ તાલુકામાં ડંકો વગાડી દીધો છે અને મહુવા તાલુકામાં શ્રેષ્ઠ સરપંચ નો ખિતાબ મેળવ્યો છે.મહુવરીયા ગામના સરપંચ બાબુભાઈ ડાહ્યાભાઈ પટેલ કે જેઓ ને મહુવા તાલુકાના શ્રેષ્ઠ સરપંચ તરીકે મહુવા 170 વિધાનસભા ના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ના વરદ હસ્તે 25,000 ના ચેક આપી પુરસ્કાર થી સન્માનિત કરાયા હતા.ગ્રામ પંચાયતમાં આરોગ્ય ની સુવિધાના 20 ગુણ,ગ્રામપંચાયત ની શિક્ષણ ની સુવિધાના 20 ગુણ,ગ્રામ પંચાયત વેરા વસુલાતના 20 ગુણ,ગ્રામ પંચાયત સફાઈ કામગીરી ના 20 ગુણ અને ગ્રામ પંચાયત ની વિશિષ્ટ કામગીરી ના 20 ગુણ મેળવી મહુવરીયા ગ્રામ પંચાયત ના સરપંચ તાલુકાના શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ મેળવ્યો છે જેને મહુવા તાલુકા પંચાયત ખાતે સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા,મહુવા તાલુકાનું વહીવટી તંત્ર,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન સહિત તાલુકા પંચાયત સભ્યો,સરપંચો અને અધિકારી ગણ હાજર રહ્યા હતા.