રાજ્યની બજાર સમિતિઓ, સહકારી મંડળીઓ અને A.P.M.Cના નાણાંકીય વ્યવહારો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફત કરવા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો અનુરોધ

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યની બજાર સમિતિઓ, સહકારી મંડળીઓ અને A.P.M.Cના નાણાંકીય વ્યવહારો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફત કરવા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો અનુરોધ

 બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
 બનાસબેંક અને પંચમહાલ બેંકમાં કુલ રૂ. 966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ , બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક(DCCB) માં ખોલવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જે માટેનો પરિપત્ર પણ તાજેતરમાં કરાયો છે.
દેશમાં સહકાર સે સમૃધ્ધિના વિચારને ચરિતાર્થ કરવા માનનીય કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા વિવિધ જન હિતલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શનમાં આ નિર્ણય કરાયો છે.
મંત્રી શ્રી એ સહકારી મંડળીઓ અને સભાસદો તેમજ બજાર સમિતિઓ, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓ, તેના વેપારી અને કમીશન એજન્ટો તથા કર્મચારીઓના બેંક ખાતા પણ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવા જણાવાયું કહ્યું હતુ જેના પરિણામે સહકારી મંડળીઓના ફંડ જિલ્લા બેંકમાં વધવાથી જિલ્લા બેંકો મજબૂત બનશે. જેનાથી જોડાયેલી હજારો સેવા મંડળીઓ અને સભાસદોને ફાયદો થશે.મંડળીઓ અને બજાર સમિતિઓની સાથે સાથે સભાસદો, ખેડૂતો, વેપારીઓના ખાતાઓ પણ જિલ્લા બેંકમાં ખોલવા માટે અનુરોધ કરાયો છે.જેનાથી એક જ પ્રકારની બેંકમાં ખાતા હોવાથી સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં સરળતા રહેશે.
મંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેના અંતર્ગત બનાસકાંઠા માં 750 થી વધુ દુધ મંડળીઓ અને 8500 થી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 3 લાખ થી વધુ વિવિધ ડિપોઝીટ ખાતાઓ બનાસબેંકમાં અને પંચમહાલ જિલ્લામાં 300 થી વધુ દુધ મંડળીઓ અને 53 હજાર થી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 4.82 લાખ થી વધુ વિવિધ ડિપોઝીટ ખાતાઓ પંચમહાલ બેંકમાં ખોલવામાં આવ્યા છે. આ બંને બેંકમાં કુલ રૂ. 966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો છે. જિલ્લામાં સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરીને સરળ બનાવવામાં મદદ કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!