ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે.
1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર)નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં અમૂલ 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા છે. તેણે વર્ષ 2022-23માં ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.આ પ્રસંગે સુમુલ ડેરી ચેરમેન માનસિંહ પટેલ હાજર રહ્યા હતા.