યંગ ફાઈટર્સ ગ્રૂપ પુના દ્વારા જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી.
મહુવા તાલુકામાં ઠેરઠેર જલારામ જલારામ બાપની 224 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, અંગ્રેજી કેલેન્ડર મુજબ, તેમનો જન્મ 4 નવેમ્બર, 1799 ના રોજ ગુજરાતના વીરપુરમાં થયો હતો. ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બનવા માટે બાપાએ 18 વર્ષની ઉંમરે સંસાસ છોડી દીધો હતો. તેમના ઉપદેશો અને ચમત્કારોએ અમીટ છાપ છોડી દીધી છે, જે દેશના દરેક ખૂણે પહોંચે છે.સમગ્ર ભારતમાં અને તેની બહારના ભક્તો અને અનુયાયીઓ આધ્યાત્મિક વિભૂતિને શ્રદ્ધાંજલિ આપીને આ શુભ દિવસની ઉજવણી કરવામાં આવે છે.બાપાના અનેકો પરચાઓ સાથે ભક્તોની શ્રદ્ધાઓ પણ અપાર છે.મહુવા તાલુકામાં પણ ઉજવણી ગામડે ગામડે ફળિયે ફળિયે કરવામાં આવી હતી.ત્યારે પુના યંગ ફાઈટર્સ ગ્રૂપ નેવા ફળિયા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સમૂહ પ્રસાદનું આયોજન સાથે જ ભવ્ય લોક ડાયરો અને રાસ ગરબાનું આયોજન કર્યું હતું.આ ભવ્ય આયોજન માં ભક્તો એ ડાયરાની રમઝટ સાથે રાસ ગરબા ની રમઝટ માણી હતી.બાપાની 224 મી જન્મ જયંતિ ના પાવન અવસરે 170 મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ તેમજ એમના પરિવારે ખાસ હાજરી આપી હતી.
