NRI દંપતિ પુના શાળાની મુલાકાતે
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામના વતની અને હાલ લંડન નિવાસી ઇલાબેન હરેન્દ્રભાઈ પટેલે સપરિવાર પુના શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ જે ચૌધરીએ પુષ્પ ગૂચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું અને શાળાની પ્રગતિ,ભૌતિક સુવિધા,શાળાની પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી હતી.શાળાની મુલાકાત લઈ ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.બાળકોને મળી સૌને શિક્ષણનું મહત્વ જણાવી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.આ તબક્કે એમની પુત્રી નમિતા ,પૌત્ર શિવ ,ક્રિશ તેમજ પુના ગામના વતની પૂર્વ રેલવે અધિકારી સુરેશભાઈ વૈધ પણ ઉપસ્થિત રહ્યા હતાં.નામિતબેને અંગ્રેજી માં બાળકો સાથે પ્રવચન આપી વાર્તાલાપ કર્યો હતો.વિદ્યાર્થી જીવનના એમના ભૂતકાળ સંસ્મરણો તાજા થતાં ભાવવિભોર બન્યા હતા.આ તબક્કે શાળાના વિકાસ માટે 7500/- અંકે રૂપિયા સાત હજાર પાંચસો રૂપિયાનું દાન આપી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
