નવરાત્રી પર્વ બાદ માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામુ

Facebook
Twitter
WhatsApp
Telegram

નવરાત્રી પર્વ બાદ માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામુ
સુરત શહેરમાં તા.૩ થી ૧૨ ઓકટોબર દરમિયાન થઈ રહેલી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી બાદ કરાતા માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર ગાઈડ લાઇનને આધારે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ મૂર્તિઓનું વિસર્જન થાય તેમજ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જે અનુસાર માતાજીની માટીની મુર્તિઓ બેઠક સહીતની ૪ ફૂટ કરતા વધારે ઊંચાઇની કે પી.ઓ.પી.ની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર, S.M.C. દ્વારા વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો સિવાયના અન્ય કુદરતી સ્થળે મુર્તિઓના વિસર્જન કરવા ઉપર, મુર્તિઓ બનાવવાની જગ્યાની આજુબાજુ કોઈ પ્રકારની ગંદકી કરવા કે મુર્તિ રોડ ઉપર જાહેરમાં ખૂલ્લી રાખવા ઉપર, સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડીત મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઇ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા ખરીદવા, તથા વેચવા ઉપર, વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, કોઇ પણ આયોજક/ વ્યક્તિ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કુદરતી જળ સ્ત્રોતમાં મુર્તિઓનું વિસર્જન કરવા પર, વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ/ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઠરાવેલ પદ્ધતિ સિવાયની કોઇ પણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામનો અમલ તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ડાંગના આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે આ વાદ્યનો અદ્ભૂત નજારો.

ડાંગના આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે આ વાદ્યનો અદ્ભૂત નજારો.   ડાંગ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓ ની વસ્તી જોવા મળે છે જ્યાં અંતરિયાળ છુંટા છવાયા ઘરો અને ડુંગરઓથી

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો ઉનાળામાં બદલાતા વાતાવરણ અને ગરમી તેમજ આ ખરીફ સિઝનમાં

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા સુરતના રહેવાસી તથા VIE BIOTECH ના કોફાઉન્ડર ચેતનકુમાર રમેશભાઈ સોહલીયાએ ગણિતશાસ્ત્ર વિષયમાં “AN INVENTORY SYSTEM WITH VARIOUS CONDITIONS

error: Content is protected !!