*‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’-સુરત જિલ્લો*
નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ડુમસ બીચ પર ‘માય ભારત’- ‘કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સચિવ શ્રીમતી મિતા રાજીવલોચન ૫૦૦ યુવાઓ સાથે ડુમસ બીચ પર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા
સુરત:બુધવાર: *‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આવતીકાલ તા.૨જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ચોર્યાસી તાલુકાના ડુમસ બીચ પર ‘માય ભારત’ અંતર્ગત ‘કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સચિવ શ્રીમતી મિતા રાજીવલોચન નહેરૂ યુવા કેન્દ્ર અને NSS ના ૫૦૦ યુવા સ્વયંસેવકો સાથે ડુમસ બીચની સાફસફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તા.૨જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણી તેમજ સ્વચ્છતા પખવાડિયાની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે સૌએ સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય સચિવ,જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા, નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન. ચાવડા સહિત ઉપસ્થિત સૌએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધા હતા.
