ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ ઉપરના વિવિધ ચેઈનજ હેઠળ બ્રિજની કામગીરીને પગલે નિવાસી અધિક કલેક્ટરનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું

Facebook
Twitter
WhatsApp
Telegram

ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ ઉપરના વિવિધ ચેઈનજ હેઠળ બ્રિજની કામગીરીને પગલે નિવાસી અધિક કલેક્ટરનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું
ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ કિ.મી.૦/૦ થી ૬/૮ રસ્તા ઉપર આવેલ ચેઈનજ ૦/૩૬૪, ૧/૨૩૦, ૪/૨૫૫ તથા ૬/૩૯૪ પર PMGSY-III હેઠળ બ્રિજની કામગીરી કરવાની હોય રોડ સેફટી કાયદો અને જાહેર વ્યવસ્થા ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા થકી ઉશ્કેર- બૌધાનથી જતાં/આવતા તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકી દૈનિક અવરજવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. જે અનુસાર ઉશ્કેરથી મુંજલાવ જવા-આવતા વાહનોએ કીમ-માંડવી એસ.એચ.રોડથી કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ(જમણી બાજુ) ચે.૩૯/૦૨૪ થી ૪૧/૧૧૧ થઈ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોંડ(કી.મી.૦/૦ થી ૨/૦ ) પર થઈ મુંજલાવ આવવું/જવું. ઉશ્કેરથી બૌધાન જતા-આવતા વાહનોએ કીમ-માંડવી એસ.એચ.રોડ થઈને વડોદ નૌગામા રોડ(કી. મી. ૦/૦ થી ૫/૮) બૌધાન આવવું. તેમજ બૌધાન થી મુંજલાવ જવા-આવતા વાહનોએ બૌધાન વડોદ નૌગામા રોડ ( કી. મી. 0/0 થી ૫/૮) થઈ ક્રીમ-માંડવી એસ. એચ. રોડ થઈ કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ(જમણી બાજુ) ચે. ૩૯/૦૨૪ થી ૪૧/૧૧૧ થઈ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોડ( કી. મી. ૦/૦ થી ૨/૦ ) પર થઈ મુંજલાવ આવવું/જવું.આ જાહેરનામું તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

ડાંગના આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે આ વાદ્યનો અદ્ભૂત નજારો.

ડાંગના આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે આ વાદ્યનો અદ્ભૂત નજારો.   ડાંગ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓ ની વસ્તી જોવા મળે છે જ્યાં અંતરિયાળ છુંટા છવાયા ઘરો અને ડુંગરઓથી

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મના ઉપદ્રવથી પરેશાન છો? ખેડૂત મિત્રો, ગુલાબી ઇયળથી કપાસને બચાવવા આટલું કરો ઉનાળામાં બદલાતા વાતાવરણ અને ગરમી તેમજ આ ખરીફ સિઝનમાં

error: Content is protected !!