સ્મીમેર હોસ્પિટલમાં સૌ પ્રથમવાર હૃદય, લિવર તેમજ બન્ને કિડનીનું અંગદાન.

Facebook
Twitter
WhatsApp
Telegram

સ્મીમેર હોસ્પિટલમાં અંગદાનના થયા શ્રીગણેશ

સ્મીમેર હોસ્પિટલમાં સૌ પ્રથમવાર હૃદય, લિવર તેમજ બન્ને કિડનીનું અંગદાન

મૂળ કલકત્તાના ૪૦ વર્ષીય ચિપુલ મંડલના અંગદાનથી ૪ વ્યક્તિઓને મળશે નવજીવન

 

સુરતઃ-ગણેશ વિસર્જન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન તા.૧૭મી સપ્ટેમ્બરનું સોનેરી પ્રભાત સ્મીમેર હોસ્પિટલના ઈતિહાસમાં એક નવલું પૃષ્ઠ અંકિત કરી ગયું છે. બ્રેઈનડેડ દર્દીના પરિવારજનોની સંમતિથી સૌપ્રથમવાર હૃદયનું અંગદાન અને તેની સાથે લિવર (યકૃત) તેમજ બન્ને કિડની (મૂત્રપિંડ) મળીને ચાર અંગોનું દાન ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા શક્ય બન્યું છે.
બનાવની વિગત એવી છે કે, તા.૧૪મીએ રાત્રિના ૧૧:૩૦ કલાકે ચલથાણ હાઈવે પર દ્વિચક્રી વાહન મોટરસાઇકલ સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત બાઈક સવાર બે યુવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક ૪૦ વર્ષીય યુવાન ચિપુલ મંડલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બન્ને ઈજાગ્રસ્તોને ડો.રાજેશ ચંદનાનીના માર્ગદર્શન હેઠળ યુનિટ ૬માં દાખલ કરવામાં આવ્યાં હતાં.
સિટી સ્કેનના રીપોર્ટ અનુસાર ચિપુલના માથાનાં અંદરના ભાગમાં પુષ્કળ લોહી વહી ગયું હતું. ન્યૂરોસર્જનના જણાવ્યા પ્રમાણે દર્દીના બેહોશ હોવાથી સર્જરી શક્ય નહોતી. તા.૧૬મી સપ્ટે.ના રોજ બપોરે ૧:૩૦ કલાકે હોસ્પિટલનાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચિપુલને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સર્જરીના હેડ ડો.અર્ચના નેમાની માર્ગદર્શન હેઠળ સ્મીમેરની ટીમ, સવિશેષ યુનિટ ૬નાં તથા અન્ય સર્જરી-રેસિડન્ટ તબીબોએ અંગદાન થયું હતું.
મૂળ કલકત્તાનો યુવાન પોતાની પત્ની તથા ૧૦ મહિનાના પુત્ર સાથે સુરતમાં રહેતો હતો. તેના ભાઈને કલકત્તાથી તાત્કાલિક બોલાવી એસો. પ્રોફેસર ડો.વિપુલ ત્રિવેદીની વિસ્તૃત સમજાવટને અંતે તેની પત્ની, ભાઈ તેમજ સસરાની સંમતિથી ઉપરોક્ત અંગદાન માટે સંમતિ આપી હતી. ટ્રાન્સપ્લાન્ટ ટીમ હરકિશનદાસ હોસ્પિટલ, મુંબઈ તેમજ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદથી સમયસર બોલાવવામાં સર્જરીના હેડ ડો.અર્ચના નેમાના માર્ગદર્શન હેઠળ અંગદાન કરવામાં આવ્યું હતું.
સુરત સ્થિત સેવાભાવી સંસ્થા ડોનેટ લાઈફના સહકારથી ચિપુલનું હૃદય, લીવર તેમજ બન્ને કિડની આજે સવારે ૫:૩૦ થી ૯:૪૫ સુધીના મેરેથોન ઓપરેશન બાદ સફળતાપૂર્વક મેળવીને ગ્રીન કોરીડોર દ્વારા મહાવીર હોસ્પિટલ અને અમદાવાદ પહોંચી શક્યા. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સ્મીમેર સર્જરી વિભાગના રેસિડન્ટ, યુનિટ ૬ના સર્જનો તેમજ રેડિયોલોજી, મેડિસીન, એનેસ્થેશિયા, પેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, બ્લડબેન્ક તથા અન્ય વિભાગના ડોકટરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય