મહુવા તાલુકાના બુધલેશ્વર ગામે પૂર્ણાં નદીના પાણી જોવા ગયેલ યુવકનો મૃતદેહ કોતરના કિનારેથી મળી આવ્યો.
સુરત,મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લાના પુણેશ્વર ગામે રહેતો યુવાન રોહિતભાઈ બચુભાઈ પટેલના લગ્ન કોદાદા ગામે થયા હતા.પાંચ દિવસ પહેલા રોહિતભાઈ પોતાની બંને દીકરી ધર્મિષ્ઠા અને નિકીતા સાથે મહુવા તાલુકાના કોદાદા પોતાની સાસરીમાં આવ્યા હતા.તા-2 સપ્ટેમ્બરને સોમવારના રોજ રોહિતભાઈ પટેલ પૂર્ણા નદીમા આવેલ પૂરના પાણી જોવા માટે ગયા હતા.તે દરમિયાન તેઓ અગમ્ય કારણસર જુના બુધલેશ્વર ગામે નદીની બાજુમાં આવેલ કોતરમાં ડૂબી ગયા હતા.ત્યારબાદ મંગળવારે પુરના પાણી ઓસરતા યુવાન રોહિતભાઈનો મૃતદેહ કોતરમાંથી મળી આવ્યો હતો.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી મૃતક યુવાનનો કબ્જો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.