“મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન”
રાજ્યભરમાં તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું
ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપી
મહાઅભિયાન બનાવ્યું
‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર
• રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા
• રાજય સરકાર હસ્તકની તમામ હોસ્પિટલો ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે વિના મૂલ્યે આધુનિક નેત્રમણી સાથેના ઓપરેશનની સગવડ
• નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા
• વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૨૦૮૧૮ ચક્ષુદાન અને ૪૭૦૧ સફળ કીકી પ્રત્યારોપણ પણ થયા
ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં કહેવાયું છે કે, “મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન”.
ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખભેથી ખભો મિલાવીને હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશયથી રાજ્યભરમાં ૩૯મું ચક્ષુદાન પખવાડીયું તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે.
છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ, હાલ રાજ્યમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીને ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે.
ગુજરાત સરકારે ફેબ્રુઆરી ૨૦૨૨મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે.
“મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત ૧,૪૭૬ પ્રાથમિક, ૩૩૩ અર્બન, ૩૪૭ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ ૫૦ હજારથી જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત, રાજ્યની દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજયની ૧ રીઝયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, ૨૨ મેડીકલ કૉલેજ, ૨૨ જિલ્લા હોસ્પિટલ, ૩૬ તાલુકા કક્ષાની હોસ્પિટલ અને ૧૨૮ સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ખાતે લીંક અપ કરવામા આવેલ છે
આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. ૬૦ થી ૮૦ હજાર જેટલો થતો હોય છે.
• મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર
વર્ષ ૨૦૨૨થી કેન્દ્ર સરકારે ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને મોતિયાના કારણે અંધ-ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન અંગે ‘રાષ્ટ્રિય નેત્રજયોતિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી ‘રાષ્ટ્રીય નેત્રજયોતિ અભિયાન’ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ફળવાયેલ ૧,૨૬,૩૦૦ના લક્ષ્યાંકની સામે કુલ ૬,૩૬,૪૨૮ એટલે કે ૫૦૦ ટકાથી વધુ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૫૧,૭૦૦ના લક્ષ્યાંકની સામે કુલ ૬,૧૦,૪૦૦ એટલે કે ૪૦૦ ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫માં ફળવાયેલ ૧,૭૬,૯૦૦ના લક્ષ્યાંક સામે જુલાઈ-૨૦૨૪ સુધીની સ્થિતિએ કુલ ૧,૫૨,૭૨૦ એટલે કે ૮૬ ટકા મોતિયાના ઓપરેશનની સફળતા મળી છે.
• ઓપરેશન પછી ફોલોઅપ
મોતિયા અંધત્વ બેકલોક મુકત ગુજરાત હેઠળ દરેક દર્દીની પ્રાથમિક નોંધણી, સંદર્ભ સેવા, ઓપરેશન સેવા તથા ફોલોઅપ સેવા સુધીની ડેટા એન્ટ્રી માટે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું વેબએડ્રેસ https://cataractblindfree.gujarat.gov.in છે. સાથે જ, ઓપરેશન પછી દરેક દર્દીઓના માર્ગદર્શીકા મુજ્બ ૪૦ દિવસ સુધીના ૫ અંતરાળમા ફોલોઓપ લેવામાં આવે છે.
• ચક્ષુદાન અને કીકી પ્રત્યારોપણમાં પણ ગુજરાત આગેકૂચ
રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૪ સુધીની સ્થિતિએ કુલ ૨૦૮૧૮ ચક્ષુદાન અને ૪૭૦૧ કીકી પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૫૩૬ ચક્ષુદાન અને ૬૨૬ કીકી પ્રત્યારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૪,૬૫૫ ચક્ષુદાન અને ૧,૦૨૦ કીકી પ્રત્યારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૫,૪૪૧ ચક્ષુદાન અને ૧,૧૨૧ કીકી પ્રત્યારોપણ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૬,૦૮૨ ચક્ષુદાન અને ૧,૪૫૪ કીકી પ્રત્યારોપણ થયા છે. જ્યારે, ચાલુ વર્ષમાં જુલાઈ-૨૪ સુધીની સ્થિતિએ ૨૧૦૪ ચક્ષુદાન અને ૪૮૦ કીકી પ્રત્યારોપણ થયા છે.
સરકાર હસ્તક હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તમામ ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન લેવા માટેની ૧૫ દિવસની સર્ટીફાઇડ તાલીમ પણ અપાઈ છે.