સુરત જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો પ્રારંભ.
સુરતઃ શનિવારઃ- સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી સુધારવાના ભાગરૂપે આજરોજ સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં પોષણ અભિયાનનો પ્રારંભ થયો હતો.
તા.૧થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન સાતમાં “પોષણ માહ” ની ઉજવણી કરવામાં આવનાર છે. પોષણ માસ દરમિયાન એનેમિયાનો ટેસ્ટ, વૃધ્ધિ દેખરેખ, પુરક આહાર, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તથા સર્વગ્રાહી પોષણ જેવી થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે. આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રાજયવ્પાયી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. સુરત ગ્રામ્યના તમામ તાલુકાના ૧૭૩૩ આંગણવાડી કેન્દ્રો ઉપરથી પોષણ માસના શપથ લઇને પોષણ માસની શરૂઆત કરવામાં આવી હતી
