ITI સચિનમાં એડમિશન લેવાની આખરી તક
એડમિશન લેવા ઇચ્છતા ધો. ૮/૧૦ પાસ વિદ્યાર્થીઓએ એલ.સી. અને માર્કશીટ સાથે ITI-સચિનનો રૂબરૂ સંપર્ક કરવો
સુરત: પારડી- કણદે સ્થિત ITI સચિનમા હાલ એડમિશનનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. હાલ હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા.ફીટર, વેલ્ડર તેમજ ફેશન ડિઝાઇન & ટેક્નોલોજીમા જૂજ સીટો ખાલી હોવાથી એડમિશનની તક રહેલી છે. આ માટે ધો. ૮/૧૦ પાસ વિદ્યાર્થીઓએ તેમના એલ.સી. અને માર્કશીટ લઇને ITIનો રૂબરૂ સંપર્ક કરવો એમ આચાર્ય, ITI-સચિનની યાદીમાં જણાવાયું છે.
