પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવાના પગલાંઓ.

Facebook
Twitter
WhatsApp
Telegram

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૦૯: સુરત જિલ્લો’
 
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવાના પગલાંઓ
 
શાકભાજીના મબલખ ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારિત કરવા જરૂરી
 
શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય’ યોજના અન્વયે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઈનપુટ ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજારની સહાય
 
પાકને યોગ્ય સમયે જીવામૃત અને શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવાથી શ્રેષ્ઠ ઉત્પાદન મળશે
 
સુરત:શુક્રવાર: રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. પ્રગતિશીલ ખેતી કરતાં ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેડૂતોએ શાકભાજીની ખેતી કેવી રીતે કરવી? ખેત પેદાશમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ નથી હોતું અથવા તેના સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવતા નથી. રાસાયણિક દવાઓના કારણે મધુપ્રમેહ (ડાયાબીટીઝ), કેન્સર, હ્યદયરોગ સહિતના રોગ થાય છે તો ઝેરમુક્ત શાકભાજીના વાવેતર માટે આપણે શું પગલા ભરી શકીએ? આવો જાણીએ.

ખેતીની તૈયારી:

જ્યારે કોઈપણ છોડ રોપવામાં આવે તો તેમાં લીલા ખાતરનાં રુપમાં ઢાંચા, મગ, અડદ કે કોઈપણ કઠોળ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે, સાથે ખેતીનું પસીયું કરતી વખતે એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપવામાં આવે છે. જમીન ભરભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી, પછી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે ૪૦૦ કિલો ઘન જીવામૃત નાંખીને તિરાડમાં રેડવું, પછી શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.

બીજ સંસ્કરણ:

શાકભાજી પાકમાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારિત કરવા. બિયારણ સંસ્કારિત થાય તો બીજમાં સારું અંકુરણ આવે છે. સારા અંકુરણ વાળા બીજ થકી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને ૬-૭ કલાક જ્યારે વિશેષ બિયારણને ૧૨-૧૪ કલાક ડૂબાડવા, જેવા કે, કારેલાના બીજ, ટીંડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સૂકવવા અને ત્યારબાદ બીજની વાવણી કરવી.

સાવચેતી: ૧

જ્યારે પહેલા વર્ષે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારું ઉત્પાદન આપતા રહે. જમીનને પ્રથમ વર્ષમાં જીવંત બનાવવા પ્રયત્ન કરવો. ૨. શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઈચા કે દ્વિદળી, કઠોળનો પાક લેવો. ૩. શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા. ૪. એકદળી અને દ્વિદળી શાકભાજી એકસાથે વાવવા. ૫. યોગ્ય સમય પર જીવામૃત આપતા રહેવું.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ અન્વયે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઈનપુટ ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય