મહુવા પોલીસે ટેમ્પામાં સંતાડેલ વિદેશીદારૂ ઝડપી પાડ્યો ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પી.આઈ કે.સી.પારગી અને હે.કો.નિલેશભાઈ જેસિંગભાઈ સોલંકીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ટાંકલ થી સણવલ્લા થઈ મહુવા તરફ આવનાર છે.જે બાતમી આધારે મહુવા પોલીસ ટીમ વેલણપુર ગામની સીમમાં સણવલ્લાથી વાંસકુઈ જતા રોડ પર વોચમાં બેઠા હતા તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો (GJ-15-AV-7460)આવતા પોલીસે પોતાનું ખાનગી વાહન દ્વારા આગળ આડસ ઉભુ કરી ટેમ્પો રોકી ચાલકને બહાર કાઢી ટેમ્પાની તલાસી લેતા દોરા વીંટાળવાના પુઠાના પાઈપ નીચે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની અને બીયર ટીન મળી કુલ 1224 બોટલ કિંમત રૂ.1,41,600 અને એક મોબાઈલ તેમજ ટેમ્પો કિંમત રૂ.3 લાખ મળી કુલ્લે 4,44,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ચાલક સીરાજ અમીરુલ્લાહ શાહ (રહે-પુણે,મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.