વલવાડા શાળામાં સીઆરસી કક્ષાની સાયબર જાગૃતિ અભિયાન પ્રતિયોગિતા યોજાઈ
સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરતની કચેરી પ્રેરિત Think before you click સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત વલવાડા અને ગુણસવેલ સીઆરસીમાં સમાવિષ્ટ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન તા.24/8/2024 ને શનિવારના રોજ પ્રા.શા.વલવાડા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 105 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.વર્તમાન સમયમાં પ્રતિદિન સાયબર ક્રાઇમ ની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેને રોકવા સરકાર શ્રીની સૂચનાથી ખાસ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે સદર કાર્યક્રમમાં 1 મિનિટનો વીડિયો સ્પર્ધા ,પોસ્ટર ,ચિત્રો સ્પર્ધા ,રંગોળી ,મૂક નાટક,તેમજ યુવા એમ્બેસેડર અંતર્ગત વક્તવ્ય અને કવિઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ બાળકોને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્ર શિક્ષક વલવાડા મહેશભાઈ સોલંકી ,સીઆરસી કો.પ્રજ્ઞાબેન પટેલ, ઘટક સંઘના પ્રમુખ બિપીન ભાઈ પટેલ,પુના શાળાના આચાર્ય શાંતિલાલ ચૌધરી તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબજ સુંદર સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.