ભામજી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચાઇલ્ડ હેલ્થ કેર સેમિનાર યોજાયો
સુરત,મહુવા;-તારીખ : 16 /08 /2024 શુક્રવારના રોજ ભામજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાઈલ્ડ હેલ્થ કેર વિશે સેમિનાર યોજાયો હતો જેમાં ડૉ. અંકિતભાઈ પટેલે હાજરી આપી હતી અને એમણે બાળકના શારીરિક અને માનસિક વિકાસ અંગે વાલીઓને વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે બાળકના જીવનમાં હકારાત્મક વલણ કેળવાય તે એના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે તેના માટે વાલીઓએ હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. સાથે જ બાળકોને જરૂરી સમયે જરૂરી રશીઓ મુકાવવી તે વિશે સમજણ પૂરી પાડી હતી. શરીરને હાનિ પહોંચાડે તેવો ખોરાક ન આરોગવા પર ભાર મૂક્યો હતો. બાળકના જીવનમાં શિક્ષકોની સાથે સાથે ઘરનું વાતાવરણ પણ ખૂબ જ અસરકારક હોય છે તેથી બાળકોને સારી સમજણ અને ખાનપાન વિશે સમજણ પૂરી પાડી હતી.