સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં માંડવી તાલુકા શિક્ષક ભવન ખાતે કૃષિ સખી બહેનો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં માંડવી તાલુકા શિક્ષક ભવન ખાતે કૃષિ સખી બહેનો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
 
સુરત:શનિવાર: ઝેરમુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ વધારવા માટે સાસંદશ્રી પ્રભુભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સખીમંડળની બહેનો માટે માંડવી તાલુકા શિક્ષક ભવન ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં માંડવી તાલુકાના સખીમંડળોની કુલ ૬૦ બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાસંદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન અને લખપતિ દીદી યોજના અને તેના હેતુ વિષે પ્રકાશ પાડી મહિલાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઇ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક કૃષિના માધ્યમથી થતાં પાકો, શાકભાજી, કિચન ગાર્ડન અને તેના લાભ વિશે જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.
શિબિરમાં તજજ્ઞ અમિત પટેલ, વિકાસ ગામીત, નીલ પટેલ, ચેતન પટેલ, વાલજીભાઇ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દ.ગુજરાત ઝોન સંયોજક કમેલશભાઇ પટેલ, સુરત સંયોજક કિશોરચંદ્ર પટેલ, NRLM યોજનાના લાઈવલીહુડ મેનેજર જંતાબેન સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન   ૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ   પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન