ભારતીય આદિવાસી
ભલેને કોઈ પોતાનું સ્વમાન ગીરવે મૂકે,
આવતીકાલ આપણી છે., સત્તાધારી હોઈશું…
જેને માત્ર ખુરશી વ્હાલી એને આ શોભે,
આપણે તો ખરા અર્થમાં લોકસેવક…
લોકોનો વિશ્વાસ એજ આપણી લોકસભા,
બાકી તો બધું રૂપિયાનું ગણીત કે જે વારસામાં નથી…
સત્તા સ્થાને હોઈએ કે ન હોઈએ, આપણે કામ કરવાં લોકોનાં,
એજ રીતે વડવાઓની વાતને વળગી રહીશું…
ભારત છે આપણો દેશ ને આપણે છીએ ભારતીય આદિવાસી,
સાચા દેશભક્ત બની રહેવામાં જ છે મજા, બાકી છે સંપત્તિ તો ગૌણ…
આપણે રહીશું વફાદાર તો કરી શકીશું લોકસેવા,
હાર-જીત એ તો માત્ર સમયની બલિહારી…
આપણો દેશ વેચાવો ન જોઇએ અને ફરી ગુલામ પણ ન થઈ શકે,
અંગ્રેજોને હંફાવનારા આપણે આદિવાસી…
આજ પણ આપણી હશે, ને કાલ પણ આપણી હશે,
બસ, માતૃભૂમિ પ્રત્યે હશે આપણી નિષ્ઠા…
આ જ છે આપણી પરંપરા અને સંસ્કૃતિ,
આપણે રહ્યા આદિવાસી., આપણે કોઈથી વેચાવાના નથી!
જય આદિવાસી સાથે બુલંદ બનાવીશું જય ભારતના નારાને,
આપણે મૂળનિવાસી આદિવાસી ભારત ભૂમીના…
લોક દ્રોહ કરીએ નહીં અને એમ કરનારને બક્ષીએ નહીં,
આપણે આદિવાસી ભારત ભૂમીના…
@ કુલીન પટેલ