શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ
શિક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન પોર્ટલ ખુલ્લુ મૂકાયું
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હસ્તકની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ના વર્ષ માટે ધો.૬માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સુરત જિલ્લાના વાંકલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તા.૧૬/૯/૨૦૨૪ સુધીમાં એન.વી.એસ.ની વેબસાઈટ www.navodaya.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.૧૮/૧/૨૦૨૫ના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે. જે વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના બોનોફાઈડ નિવાસી ઉમેદવારો અને સુરત જિલ્લામાં જ ધો.૫નો અભ્યાસ કરી રહ્યા છે તેઓ અરજી કરી શકે છે. વિદ્યાર્થી ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્ર દરમિયાન સુરત જિલ્લામાં આવેલી સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધો.૫માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને તેનો જન્મ તા.૦૧/૫/૨૦૨૩ અને તા.૩૧/૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ. એસસી, એસટી, પછાત વર્ગના ઉમેદવારોએ જાતિના તથા દિવ્યાંગજનોએ મેડિકલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. વધુ વિગતો ઉપરોકત વેબસાઈટ પરથી મળી રહેશે તેમ આચાર્યની યાદીમાં જણાવાયું છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025