કાછલ કોલેજમાં સપ્તધારા અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સુરત,મહુવા:-સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ ૧૮/૦૭/૨૦૨૪ ના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત અલુણા ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ ક્રમાંકે દોહરે જયોતિ દ્વિતીય ક્રમાંકે પટેલ અંજલી અને પટેલ ત્રીશા તેમજ તૃતીય ક્રમાંકે પટેલ રીયા અને પટેલ કૃપાલી વિજેતા બનેલ છે. નિર્ણાયક તરીકેની ભૂમિકા પ્રા.જીત ગજેરા તેમજ પ્રા. ચેતના પટેલે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા કોર્ડિનેટર ડૉ.ધ્વનિ દેસાઈએ કર્યું હતું.