સરકારી બી.એડ. કોલેજ કાછલ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન 2.0 પોલિસી માટે MOU
સુરત,મહુવા:-સરકારી બી.એડ. કોલેજ કાછલ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન 2.0 પોલિસી અંતર્ગત તારીખ 19 જુલાઈ 2024 ના રોજ જોઇન્ટ કમિશનરશ્રીની હાજરીમાં MOU કરવામાં આવેલ હતા.આ તબક્કે કોલેજના આચાર્ય ડો હેતલ ટંડેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ રોહિત વાળંદ KCG ,અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.