સરકારી કૉલેજ કાછલ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા “ઉમાશંકર સ્મરણોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સુરત,મહુવા:-સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ કાછલમાં આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમની મંજૂરીથી ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીની ૧૧૪મી જન્મજયંતિ નિમિત્તે તા. ૨૩/૦૭/૨૦૨૪, મંગળવારના રોજ “ઉમાશંકર સ્મરણોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય , સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વૈશાલી એન્ડ ગ્રૂપ દ્વારા “ઓચિંતું કોઈ મને રસ્તે મળે” જેવુ સમૂહગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું. ‘કવિ તરીકે ઉમાશંકર જોશી’ – પટેલ મોહિની, ‘વાર્તાકાર ઉમાશંકર’ – પટેલ પ્રિયા, ‘નવલકથાકાર ઉમાશંકર જોશી’-પટેલ પ્રિયંકા, ‘ઉમાશંકર જોશીનું પ્રવાસ સાહિત્ય’- પટેલ અનામિકા, ‘વિવેચક ઉમાશંકર જોશી’- નાયકા રોશની, ‘ઉમાશંકર જોશીનું સમગ્ર સાહિત્યસર્જન’-આયુષી પટેલ – આ તમામ ટી.વાય બી.એ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી. અને સાલંકી વૈશાલીએ ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કાવ્યરચનાનું પઠન કર્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોધનમાં કોલજમાં કાર્યરત IQAC કોર્ડિનેટર ડૉ.ગુજન શાહ સાહેબે સૌ વિદ્યાર્થીઓને કાર્યક્રમ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.રાકેશ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. વિજ્ઞાન પ્રવાહના પ્રાધ્યાપક ભૌતિક ગેવરિયા સાહેબે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધનસુખ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશી એક વિશ્વ માનવી તરીકે સમજાવ્યા હતાં. અંતે આભારવિધિમાં પ્રા.આશા ઠાકોરે કાર્યક્રમની મંજૂરી આપવા બદલ ડૉ. હેતલ એસ. ટંડેલ મૅડમનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમને દિપાવવા બદલ વિદ્યાર્થીનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સુચારૂ સંચાલન ટી. વાય. બી. એ. ના વિદ્યાર્થી નાયકા વિવેક અને ચૌધરી હિરલે કર્યું હતું.