ભગવાનપુરા ખાતેથી મહુવા પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો.
સુરત-મહુવા :- પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર મહુવા પી.એસ.આઈ.જે.એસ.રાજપૂત અને જેના ભાગરૂપે આજરોજ પો.સ.ઇ. જે.એસ.રાજપૂત તેમજ આ.હે.કો. કૃણાલભાઇ કોટેસિંગભાઇ ને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “એક મહિન્દ્રા કંપનીની જીતો ફોર વ્હીલ ટેમ્પો ડાઇમન્ડ વાઇટ કલરનો જેના રજી નંબર G. J-15-AX 0782માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અનાવલ થી મહુવા તરફ આવનાર છે.જે બાતમી હકીકત આધારે ભગવાનપુરા ગામની સીમમાંથી પસાર થતા મહુવા અનાવલ રોડ ઉપર મહુવા પોલીસ વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી એક મહિન્દ્રા કંપનીની જીતો ફોર વ્હીલ ટેમ્પો ડાઇમન્ડ વાઇટ કલરનો જેના ટેમ્પો અનાવલ તરફથી મહુવા તરફ આવતા પોલીસે વાહનને સાઇડમાં કરાવ્યો હતો અને ખાનગી વાહનો દ્રારા મહુવા પોલીસે આગળ પાછળ કોર્ડન (આડસ) કરતા વાહન ચાલકે પોતાનુ વાહન રોડની સાઇડમાં ઉભુ રાખી દીધુ હતું ટેમ્પો ચાલકને નીચે ઉતારી તેમનું નામઠામ પૂછતા અરૂણભાઇ બાબુભાઇ બાબરભાઇ ઢો.પટેલ ઉ.વ,.૪૫ ધંધો.મજુરી રહે.ધગડમાલ ગામ ગોપી ફળીયું તા.પારડી જી.વલસાડ હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેમ્પોની તલાસી લેતા ટેમ્પામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની વ્હિસ્કી બોટલ કુલ્લે નંગ-૪૩ ૨ કિ.રૂ.૪૪,૪૦૦ જ્યારે એક મહિન્દ્રા કંપનીની જીતો ફોર વ્હીલ ટેમ્પા ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/
તેમજ પકડાયેલ આરોપીના અંગઝડતી દરમ્યાન મળી આવેલ એક વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ્લે ૯૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.