યાત્રી નિવાસ વાંઝ(સચીન) ખાતે યુવા વકૃત્વ સ્પર્ધા યોજાઈ
નેહરુ યુવા કેન્દ્ર-સુરત (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર),ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ વાંઝ,સચીન(આર.કે. ડેકોરેટર્સ) અને મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે થી આશ્રમ ખાતે “યુવા વકૃત્વ સ્પર્ધા” અને “યુવાનોને ડિજિટલ કૌશલ્ય માર્ગદર્શન” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એલ.ડી. હાઇસ્કુલ સચિન અને સુમન હાઇસ્કુલના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર સુરતના દેવીપુજક મનોજભાઈ,મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરત ના સ્મિતાબેન પટેલ(ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર-DHEW SURAT),મહેશભાઈ પરમાર (જેન્ડર સ્પેશિયાલીસ્ટ-૧ DHEW SURAT),દિવ્યેશભાઈ ગામીત (જેન્ડર સ્પેશિયાલીસ્ટ-૨ DHEW SURAT),આચાર્ય ડૉ.નિલેશ જોષી,યાત્રી નિવાસ વાંઝના ઇન્ચાર્જ સ્વાતિ પટેલ,રૂમ આસિસ્ટન્ટ પીનલ પટેલ,ઓફિસ સ્ટાફ નરેશભાઈ,રૂમ આસિસ્ટન્ટ પાયલ મિસ્ત્રી અને ગ્રંથપાલ કમ ગાઈડ સુરતી તન્વી હાજર રહ્યા હતા.વિજેતા બનેલ ત્રણે યુવા મિત્રોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓ,ગામ લોકો અને શિક્ષકો મળી ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.
