બુટવાડા ના 28 વર્ષીય યુવકે વાંસકુઈ ગામની સીમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી.
સુરત,મહુવા:-મહુવા તાલુકાના બુટવાડાના ભેકલા ફળિયાનો 28 વર્ષીય યુવક આનંદ કુમાર ગણેશભાઈ પટેલ જેઓ ઘરેથી ગુમ થયા બાદ સોસિયલ મીડિયામાં ખૂબ મેસેજ વાઇરલ થયા હતા અને શોધખોળ કરવામાં આવી હતી પરંતુ 14 જુલાઈના રોજ સાંજે 4:30 કલાક ના આસપાસ વાંસકુઈ ગામની સીમમાં આવેલ રમણભાઈ ખુશાલભાઈ પટેલ ની આંબા ની વાડીમાં ઝાડની ડાળી સાથે દોરી બાંધી કોઈ અગમ્ય કારણો સર જીવન ટૂંકાવી લીધું લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મહુવા પોલીસ ને જાણ થતાં મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી ગુસણવેલ પી.એચ.સી ખાતે પોસમોર્ટમ ની તજવીજ હાથ ધરી હતી.