મહુવાના બે ભાઈ બહેન ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલ પરીક્ષા માં ઝળકયાં.
સુરત,મહુવા:-ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલ સીએની ફાઈનલ તથા ઈન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ મહુવા ગામ સહિત તાલુકામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.મહુવા પંથકમા બ્રાહ્મણ ફળિયામા રહેતા અને મહુવા ગામના તેમજ તાલુકાના અને જૈન સમાજના અગ્રણી એવા આશિષભાઈ શશીકાંતભાઈ શાહની પુત્રી આયુષી શાહે સીએની ફાઈનલ પરીક્ષા પાસ કરી પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યુ છે.અને તેમના નાના ભાઈ કૃણાલ આશિષભાઈ શાહે પણ સીએની ઈન્ટરમિડિયેટ પરીક્ષા પાસ કરતા પરિવારજનો તેમજ મહુવા ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.મહુવા ગ્રામજનો દ્વારા મહુવા ગામનુ નામ રોશન કરનાર બંને ભાઈ બહેનની આ સિદ્ધિ બિરદાવી તેમની પાછળ અથાગ મહેનત કરનાર માતા પિતાની મહેનતને પણ બિરદાવી અભિનંદન આપ્યા હતા.