આમચક ના બંધ ઘરમાંથી રોકડ અને ચાંદીના સિક્કાની ચોરી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આમચક ગામે રોડ પર આવેલ દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નવસારી રહે છે.જ્યારે તેમની માતા આમચક રહેતા હતા જે ત્રણ દિવસ પહેલા પોતાનુ ઘર બંધ કરી નવસારી પોતાના પુત્રના ઘરે રહેવા માટે ગયા હતા.તે દરમિયાન અજાણ્યા તસ્કરો બંધ ઘરનો લાભ લઈ મંગળવાર રાત્રી દરમિયાન આગળના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.અને ઘરમાં મુકેલ કબાટના તાળા તોડી અંદર મુકેલ સામાન વેરવિખેર કરી રોકડ રકમ અંદાજીત 10 હજાર અને ચાંદીના સિક્કા ચોરી પલાયન થઈ ગયા હતા.ઘટના અંગે બુધવારે સવારે પડોશીને જાણ થતા ત્વરિત તેમણે ગામ આગેવાનોને જાણ કરી હતી.ઘરમાં ચોરી થઈ હોવાનો અહેસાસ થતા જ ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરવામા આવી હતી.