પુના શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. 

Facebook
Twitter
WhatsApp
Telegram

પુના શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. 

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો અને દાતાઓનું સન્માન કરાયું. શાળાને મળ્યું રૂ.71000/- નું માતબર દાન.

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા.મહુવા જિ સુરત માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.28/6/2024 ને શુક્રવારના રોજ સવારે 8-00 કલાકે યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી ,સરપંચ શ્રી રેખાબેન પટેલ,પત્રકારશ્રી સ્નેહલ પટેલ, CRC co. પ્રજ્ઞાબેન પટેલ,smc અધ્યક્ષ જાગૃતિબેન પટેલ ,સમગ્ર શાળા પરિવાર, વાલી ગણ,ગ્રામ્ય જનો,વિભાગીય કર્મચારી મિત્રો વગેરેની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો.100% નામાંકન,ગુણવત્તા લક્ષી શિક્ષણ અને સ્થાયીકરણના ધ્યેય સાથે યોજાયેલ સદર કાર્યક્રમમાં સૌ પ્રથમ શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ ચૌધરીએ મહેમાનોને આવકાર્યા બાદ બાળકો દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આંગણવાડી અને બાલવાટિકા ના કુલ 10 બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.સરકારશ્રીની શૈક્ષણિક યોજનાની માહિતી આપવામાં આવી.શાળાના વિદ્યાર્થી રિતિકાકુમારી પટેલ અને પ્રિન્સ પટેલ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.આ પ્રસંગે CET,NMMS,PSE , જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ,સૌથી વધુ હાજરી તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પ્રમાણ પત્ર અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળા વિકાસ માટે તારાબેન ધનરાજ પટેલ (હાલ મુંબઈ ) તરફથી રૂ.51000/- રૂપિયા એકાવન હજારનું માતબર દાન શાળાને આપ્યું હતું .તેમજ ઇલાબેન પટેલ ( હાલ લંડન ) તરફથી રૂ.10000/- રૂપિયા દસ હજાર અને અનિલભાઈ વલ્લભભાઈ પટેલ તરફથી રૂ.10000/- દસ હજાર નું દાન શાળાને મળ્યું હતું.મહેમાનોના હસ્તે દાતાઓને સન્માન પત્ર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.ત્યાર બાદ સરકાર તરફથી પુરસ્કૃત મળેલ સ્માર્ટ TV નંગ -3 અને લેપટોપ નંગ -3 નું શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.આ સાથે બાલવાટિકા અને ધો.1 થી 8 સુધીનું મળેલ શૈક્ષણિક સામગ્રી તેમજ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું .સરકારશ્રી તરફથી મળેલ શૈક્ષણિક સામગ્રી તેમજ સાહિત્યનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જે સૌ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામ્ય જનોએ રસપૂર્વક નિહાળ્યું હતું.ત્યાર બાદ SMC બેઠક રાખવામાં આવી હતી જેમાં જરૂરી મુદ્દાની ચર્ચા કરવામાં આવી.મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતાં ઉપ પ્રમુખ શ્રી ચેતનભાઈ મિસ્ત્રી એ બાળકોને શિક્ષણ પર ભાર મૂકી જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.તેમજ દાતાઓનું ઉમદા કાર્યની ખૂબ જ સરાહના કરી હતી.શાળાના પટાંગણમાં સરગવાના રોપા તેમજ અન્ય વૃક્ષો રોપી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને