કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં યુવાધન આગળ આવ્યું સુરત જિલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ એ હાજરી આપી.
મહુવા તાલુકાના ટાઉનમાં આવેલ મહુવા ની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માં હવે યુવાધન પણ આગળ આવ્યું છે યુવાનો પણ બાળકો ને પ્રોતહિત કરવા આગળ જઈ રહ્યા છે ત્યારે ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2024 ના પ્રારંભમા મહુવા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય જીનેશ ભાવસાર,તાલુકા પંચાયત સભ્ય કૌશિકાબેન,ગામના સરપંચ અનિલભાઈ સ્થાનિક આગેવાનો,શાળા સંચાલક,એસ.એમ.સી સભ્યો અને વિધાર્થીઓ વચ્ચે સુરત જિલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ ઝેનિથ પટેલ જેવા યુવા કાર્યકર છે જેઓ પણ બાળકોને પ્રોતહિત કરવા હાજર રહયા હતા.બાળકોને સ્કૂલબેગ ભેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યા બાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.